You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
સમયસર રસી (વેક્સીન) લેવી, એ તમારા બાળકને ગંભીર રોગો સામે રક્ષણ આપવાની સુરક્ષિત અને અસરકારક રીતોમાંની એક છે.

ડોઝ: 3 માંથી 3

અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: ડિપ્થેરિયા, ટેટનસ (ધનુર) અને પર્ટસિસ (ઉટાંટિયું)

ક્યારે આપવામાં આવે છે: 14માં અઠવાડીએ

તમે તમારા બાળકની રક્ષા કેવી રીતે કરી શકો છો?

ડિપ્થેરિયા, ટેટનસ અને પર્ટસિસ રસીકરણનો સમાવેશ કોમ્બિનેશન રસીઓમાં થાય છે જે બાળકો માટે નિયમિત રસીકરણના ભાગરૂપે અન્ય રોગો સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.

વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો.

ડિપ્થેરિયા સામે રક્ષણ - ડિપ્થેરિયા ધરાવતા લોકો દ્વારા ચેપ ન ફેલાઈ, તે માટે તેમને એકલા રાખવા જોઈએ; સ્વચ્છતા રાખવાની પણ સલાહ આપવામાં આવે છે (દા.ત. છીંક કે ઉધરસ આવે ત્યારે હાથ ધોવા અને મોં અને નાક ઢાંકવા).

ટેટનસ સામે રક્ષણ - જો તમને રસી આપવામાં આવી હોય અથવા ગંભીર ઈજા પછી ટેટનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની સારવાર આપવામાં આવી હોય તો જ તમને ટેટનસ થવાથી બચાવી શકાય છે.

પર્ટસિસ સામે રક્ષણ - વધુ પડતી ઉધરસ આવે તેવા લોકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ (દા.ત. પોતાનું/તેમના ચેપગ્રસ્ત બાળકનું મોં અને નાક, ઉધરસ અને છીંક આવતી વખતે ઢાંકવું અને પોતાનું/તેમના ચેપગ્રસ્ત બાળકના હાથ નિયમિતપણે ધોવા).

ડોઝ: 5 માંથી 3

અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: પોલિયો; એક વાયરસથી થતો રોગ જે ચેતાને અસર કરી શકે છે

ક્યારે આપવામાં આવે છે: 14માં અઠવાડીએ

તમે તમારા બાળકની રક્ષા કેવી રીતે કરી શકો છો?

શિશુઓ માટે નિયમિત રસીકરણના ભાગ રૂપે, પોલિયો રસી એકલી અથવા કોમ્બિનેશન રસીઓમાં સામેલ કરી શકાય છે જે અન્ય રોગો સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. કમનસીબે, આ રોગ માટે કોઈ ઉપચાર નથી. વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો.

ડોઝ: 4 માંથી 4

અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન; લીવરનો ચેપ છે જે હેપેટાઇટિસ બી વાયરસને કારણે થાય છે.

ક્યારે આપવામાં આવે છે: 14માં અઠવાડીએ

તમે તમારા બાળકની રક્ષા કેવી રીતે કરી શકો છો?

શિશુઓ માટે નિયમિત રસીકરણના ભાગ રૂપે, હેપેટાઇટિસ B રસી એકલી અથવા કોમ્બિનેશન રસીઓમાં પ્રદાન કરી શકાય છે જે અન્ય રોગો સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો.

ડોઝ: 3 માંથી 3

અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: રોટાવાયરસ ચેપ; વાયરસથી થતો રોગ જે આંતરડાને અસર કરી શકે છે

ક્યારે આપવામાં આવે છે: 14 માં અઠવાડીએ

તમે તમારા બાળકની રક્ષા કેવી રીતે કરી શકો છો?

રોટાવાયરસ રસી એ શિશુઓ માટે નિયમિત રસીકરણના ભાગ રૂપે આપવામાં આવતી ઓરલ વેક્સીન રસી છે. વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો.

સ્વાસ્થ્યની રક્ષા કરવી જેમ કે હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી, સાફ પાણી અને સફાઈ, એ ચેપને ફેલાવવાથી અટકાવવા માટે મહત્વપૂર્ણ પરિબળો છે.

ડોઝ: 4 માંથી 3

અહીં દર્શાવેલ રોગો સામે રક્ષણ આપે છે: : ન્યુમોકોકલ રોગ જે ન્યુમોનિયા, ઓટાઇટિસ મીડિયા, મેનિન્જાઇટિસ અને ન્યુમોકોકલ બેક્ટેરિયા દ્વારા થતા અન્ય રોગોમાં પરિણમી શકે છે

ક્યારે આપવામાં આવે છે: 14 માં અઠવાડીએ

તમે તમારા બાળકની રક્ષા કેવી રીતે કરી શકો છો?

ન્યુમોકોકલ રસીકરણ ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે અને શિશુઓ માટે નિયમિત રસીકરણના ભાગ રૂપે આપી શકાય છે. વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રોફેશનલનો સંપર્ક કરો.

જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?

કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમયમાં આ રસીઓ લેવાનું ચુકી જાવ છો, તો તમે કેચ-અપ રસીકરણ માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

રોગચાળા દરમિયાન રસીકરણ લેતા પહેલા લેવામાં આવતી કાળજી

હાલના સમયમાં રસીકરણ વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

રસીકરણ માટે અપોઈન્ટમેન્ટ લીધા પછી જ તમારા બાળકના ડોક્ટરની (પીડિયાટ્રિશિયન) ની મુલાકાત લો

થોડી-થોડીવારે આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો

શિશુઓ સિવાય તમામ કેરટેકર્સ અને બાળકોએ માસ્ક પહેરવું જોઈએ

દરેક સમયે સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ જાળવો અને શક્ય હોય ત્યાં સુધી સપાટીઓને અડવાનું ટાળો

કોઈપણ રમકડા/વ્યક્તિગત વસ્તુઓ સાથે ન રાખો અને દરવાજાના હેન્ડલ્સને સ્પર્શ કરવાનું ટાળો

વરિષ્ઠ નાગરિકોએ (60 વર્ષથી વધુ ઉંમરના) રસી લઇ રહી વ્યક્તિની સાથે ન જવું જોઈએ

સ્ટાફની સલાહ મુજબ રસીકરણ ક્લિનિકમાં પ્રવેશ કરો, બહાર નીકળો અને વ્યવહાર કરો

રસી લીધા પછીની સંભાળ

રસી લીધા પછીની સંભાળ

વધારાની ટિપ્સ

તમારા ડૉક્ટરની મુલાકાત લેતા પહેલાં, રસીકરણ વિશેની માહિતીને સારી રીતે વાંચો

અઠવાડિયાના અંતે રસી લેવાની યોજના બનાવો, જેથી તમે રસીકરણ પછી તમારા બાળકને પૂરતો સમય આપી શકો

રસી લેતી વખતે, તમારા બાળકને ખુલતા કપડાં પહેરાવો, જેથી તમારે તેને કાઢવા ન પડે

તમારા બાળકને શાંત કરવા માટે તેનું મનપસંદ રમકડું સાથે રાખો

જો તમારા બાળકની ઉંમર વધુ છે, તો તેમને રસીકરણના ફાયદા સમજાવો

તમારા બાળકનું આખું રસીકરણ શેડ્યૂલ મેળવો

ડાઉનલોડ કરો

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker