રસીકરણ (વેક્સિનેશન) કાર્ડ
રસીકરણ (વેક્સિનેશન) કાર્ડ (અમુકવાર તેને ઇમ્યુનાઇઝેશન કાર્ડ પણ કહે છે) તમારા બાળકને મળેલી તમામ રસીઓ (વેક્સીન) ની માહિતી દર્શાવે છે અને આગામી રસીકરણ (વેક્સિનેશન) નો ટ્રૅક રાખવામાં પણ મદદ કરે છે. જેથી તમે એક પણ રસી લેવાનું ચુકો નહીં.
સામાન્ય રીતે, બાળકોના ડોક્ટર (પીડિયાટ્રિશિયન) દ્વારા તમને રસીકરણ કાર્ડ આપવામાં આવે છે. 18 વર્ષ સુધીમાં કઈ રસીઓ લેવી જોઈએ, તે વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
રસીકરણ (વેક્સિનેશન) કાર્ડ એ તમારા બાળકના સ્વાસ્થ્યનો પાસપોર્ટ છે
આજે જ તમારા બાળકનું રસીકરણ કાર્ડ જુઓ અને તેમનું રસીકરણને સમયસર પૂરું કરવા માટે તમારા બાળકોના ડોક્ટર (પીડિયાટ્રિશિયન) ની સલાહ લો.