જેમને રસી આપવામાં આવી નથી અથવા અગાઉ ચેપ લાગ્યો નથી તેઓ હેપેટાઈટીસ એ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Agree Agree Stayહેપેટાઇટિસ એ, એ અત્યંત ચેપી લીવરનો ચેપ છે, જે હેપેટાઇટિસ એ વાયરસને કારણે થાય છે. તે ખૂબ જ ચેપી છે અને દૂષિત ખોરાક અથવા પાણીના સેવન દ્વારા ફેલાય છે.
હેપેટાઇટિસ એ ના સંક્રમણને રોકવા માટે રસીકરણ એ સૌથી વિશ્વસનીય રીત છે.
જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
હેપેટાઇટિસ એ, એ અત્યંત ચેપી લીવરનો ચેપ છે, જે હેપેટાઇટિસ એ વાયરસને કારણે થાય છે. તેની ગંભીરતા હળવાથી લઈને ગંભીર બીમારી સુધીની હોઈ શકે છે જે થોડા અઠવાડિયાથી મહિનાઓ સુધી રહી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ દૂષિત ખોરાક અને પાણીનું સેવન કરે છે ત્યારે આ રોગ સામાન્ય રીતે મળ-મૌખિક માર્ગ દ્વારા ફેલાય છે.
દરેક ચેપગ્રસ્ત વ્યક્તિમાં લક્ષણો દેખાતા નથી. લક્ષણો (જો વિકસિત હોય તો) સામાન્ય રીતે ચેપ પછી 2 થી 4 અઠવાડિયામાં દેખાઈ શકે છે.
લક્ષણોમાં નીચે પ્રમાણે શામેલ હોઈ શકે છે, પરંતુ તે મર્યાદિત નથી-
• તાવ
• ઉલટી
• ગ્રે-રંગીન મળ
• થાક
• પેટનો દુખાવો
• સાંધાનો દુખાવો
• ભૂખ ન લાગવી
• ઉબકા
• કમળો
• ઘાટો પેશાબ યાદ રાખો:
બાળકોની સરખામણીમાં, રોગની ગંભીરતા અને ઘાતક પરિણામો પુખ્ત વયના લોકો માટે વધુ હોય છે
12 મહિનાની ઉંમરથી શરૂ કરીને, બાળકો હેપેટાઇટિસ એ માટેની રસી લઇ શકે છે. હેપેટાઇટિસ એ માટેની વિવિધ રસીઓનું શેડ્યુલ અલગ અલગ હોય છે.
હેપેટાઇટિસ એ રસીકરણ વિશે માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
હેપેટાઇટિસ એ માટેની રાશિથી સામાન્ય રીતે બહુ આડઅસરો થતી નથી. કેટલીક આડઅસર કે જે અનુભવી શકાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી તે નીચે પ્રમાણે છે-
• તાવ
• લાલાશ
• માથાનો દુખાવો
• ભૂખ ન લાગવી
• સામાન્ય રીતે બીમાર હોવાની લાગણી આ
ડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો
જેમને રસી આપવામાં આવી નથી અથવા અગાઉ ચેપ લાગ્યો નથી તેઓ હેપેટાઈટીસ એ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
હેપેટાઇટિસ એ, સમગ્ર વિશ્વમાં જોવા મળે છે અને ભારતમાં સામાન્ય છે. સ્વચ્છતા અને સફાઈમાં નોંધપાત્ર સુધારાને લીધે, કેટલાક બાળકોને નાની ઉંમરે ચેપ લાગતો નથી અને ત્યારબાદ રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થતો નથી. તેથી, અતિસંવેદનશીલ કિશોરો અને પુખ્ત વયના લોકો સંક્રમિત થવાનું જોખમ ધરાવે છે. આ ઉંમરના લોકોમાં ચેપ ગંભીર હોઈ શકે છે, જેની અસર કામ અને અભ્યાસ પર પડે છે. હેપેટાઇટિસ એ ની ગંભીરતા ઉંમર સાથે વધે છે અને તેનાથી ગંભીર લીવર ફેલિયર અથવા થોડા કિસ્સાઓમાં મૃત્યુ તરફ દોરી શકે છે
તમે નીચેના માધ્યમો દ્વારા તમારા બાળકને હેપેટાઇટિસ A ના ચેપથી બચાવી શકો છો:
ચોખ્ખું પાણી પીને અને ઘરમાં અને તમારી આસપાસના વિસ્તારમાં સારી સ્વચ્છતા જાળવીને.
હેપેટાઇટિસ એ માટે રસી લઈને
જેમને રસી આપવામાં આવી નથી અથવા અગાઉ ચેપ લાગ્યો નથી તેઓ હેપેટાઈટીસ એ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.
અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.