You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Stayકોના માટે માહિતી મેળવી રહ્યાં છોઃ
ક્ખવાંને હર્પીસ ઝોસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વેરિસેલા ઝોસ્ટર વાઇરસની પુનઃસક્રિયતાના કારણે સર્જાય છે. અછબડાં (ચિકનપોક્સ) થયા પછી અથવા વેરિસેલા ઝોસ્ટર વાઇરસના સંપર્કમાં આવ્યાં બાદ, આ વાઇરસ આજીવન શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. ઉંમર સાથે, રોગપ્રતિકારક વ્યવસ્થા સ્વાભાવિક રીતે નબળી પડે છે, જે સામાન્ય રીતે નિષ્ક્રિય વાઇરસને પુનઃસક્રિય કરી શકે છે, જેના કારણે ક્ખવાં સર્જાય છે.
આથી, વૃદ્ધ લોકો ક્ખવાં થવાનું વધારે જોખમ ધરાવતાં હોય છે. તે સામાન્ય રીતે પીડાદાયક, ચાઠાં જેવા ઉજરડાં સર્જે છે જે શરીર અથવા ચહેરાની એક બાજુ ઉપર જોવા મળે છે.
વેરિસેલા ઝોસ્ટર વાઇરસ અછબડાં (ચિકનપોક્સ) માટે જવાબદાર છે (જેને હર્પીસ ઝોસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે). કોઇ વ્યક્તિને અછબડાં (ચિકનપોક્સ) થયા પછી, વાઇરસ તેના શરીરમાં રહે છે અને નિષ્ક્રિય બની જાય છે. થોડા વર્ષો બાદ આ વાઇરસ ફરીથી સક્રિય થાય છે અને ક્ખવાં સર્જે છે. વૈજ્ઞાનિકો તે બાબતે ચોક્કસ નથી કે શેના કારણે વાઇરસ ફરીથી સક્રિય થાય છે. જોકે, તેના અનેકવિધ પરિબળો હોઇ શકે છે. વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ થાય છે તેમ તેમ તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેમ રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તેમ તેમ વાઇરસને ફરીથી સક્રિય થતો રોકવાની શક્યતામાં ઘટાડો થાય છે. આથી, વૃદ્ધ વ્યક્તિઓને ક્ખવાં થવાનું જોખમ વધુ રહેલું છે.
સૌ પ્રથમ, જે વ્યક્તિને અછબડાં (ચિકનપોક્સ) થયો હોય તે વ્યક્તિ પહેલેથી તે વાઇરસ ધરાવે છે જે ક્ખવાં સર્જે છે. કેટલાક લોકોને અછબડાં થયા હોય છે અને તેમને તે અંગે યાદ હોતું નથી અથવા તેનો ખ્યાલ હોતો નથી. કોઇપણ રીતે, તે ક્ખવાં સર્જી શકે છે જો તે વાઇરસ ફરીથી પુનઃસક્રિય થાય, ભલે પછી તેમને લાગતું હોય કે તે તંદુરસ્ત છે.
ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને વધારે પ્રમાણમાં ક્ખવાં થવાનું જોખમ રહેલું છે. અને ઉંમરની સાથે સ્વાભાવિક રીતે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોવાથી 50 વર્ષની ઉંમર બાદ વ્યક્તિને ક્ખવાં થવાનું જોખમ વધારે રહેલું છે.
વૃદ્ધ વ્યક્તિઓને પોસ્ટ-હર્પેટિક ન્યુરલજિયા (PHN) જેવી જટિલ પરિસ્થિતિ થવાનું જોખમ પણ વધારે રહેલું છે.
ક્ખવાં સર્જતો વાઇરસ પહેલેથી શરીરમાં હાજર હોય છે જેના કારણે તમને અછબડાંનો ચેપ લાગ્યો હોય છે. તે ફરીથી સક્રિય થાય ત્યાં સુધી સુષુપ્ત બની જાય છે. આથી, તમે તેને અન્ય વ્યક્તિને પસાર કરી શકતાં નથી.
જોકે, તે અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે છે જો તે વ્યક્તિને અછબડાં ન થયા હોય અથવા તેની સામે તે સુરક્ષિત ન હોય. જો કોઇ વ્યક્તિ ક્ખવાં ધરાવતી વ્યક્તિના ફોલ્લાઓ સાથે સીધો સંપર્કમાં આવે તો તેને અછબડાં થઇ શકે છે.
ક્ખવાં સામાન્ય રીતે પીડાદાયક ચાઠાઓ સર્જે છે જે કેટલીક વખત ફોલ્લાઓ હોય છે અને 10થી 15 દિવસ સુધી ઉપસેલા રહે છે અને 2 થી 4 અઠવાડિયાની અંદર સાફ થઇ જાય છે. તે સામાન્ય રીતે શરીર અથવા ચહેરાની એક બાજુ ઉપર જોવા મળે છે. ફોલ્લાઓ જોવા મળે તેના 48-72 કલાક પહેલા જે વિસ્તારમાં ફોલ્લા થવાના હોય તે વિસ્તારમાં લોકો પીડા, ખંજવાળ, કળતરા અથવા ખાલી અનુભવી શકે છે.
તેવી સંભાવના છે કે તણાવ તમારું ક્ખવાં થવાના જોખમમાં વધારો કરી શકે છે. એવું કહેવાય છે કે ક્ખવાં થવા માટે ઉંમર સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ છે. મોટાભાગની ક્ખવાં 50 વર્ષ અથવા તેથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાય છે.
કૃપા કરીને વધુ જાણકારી માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
અછબડાં ખૂબ જ ચેપી બિમારી છે જે સમગ્ર શરીર ઉપર સામાન્ય રીતે ફોલ્લીઓ ઉપસે છે, ખંજવાળ અને તાવ આવે છે. અછબડાંનો વાઇરસ પુનઃસક્રિય થઇ શકે છે, જે ક્ખવાં સર્જી શકે છે. ક્ખવાં થઇ હોય તે વ્યક્તિને પીડા, ખંજવાળ, કળતર થઇ શકે છે અને શરીરના એક વિસ્તારમાં ફોલ્લાં પડી શકે છે જે કેટલાક અઠવાડિયાઓ માટે રહે છે.
વ્યક્તિને ક્ખવાં થઇ શકે છે જો તેમને ક્યારેય અછબડાં થયા ન હોય. તેવી સંભાવના છે કે વ્યક્તિ તેમની જાણકારી વગર વાઇરસના સંપર્કમાં આવી હોય, અથવા તેમને કદાચ યાદ ન હોય. આવી કિસ્સામાં, વૃદ્ધ વ્યક્તિને ક્ખવાં થવાનું જોખમ રહેલું હોય છે.
હર્પીસ ઝોસ્ટર ઓપ્થેલ્મિકસ ક્ખવાંનો ચેપ છે જે આંખ અને તેની આસપાસના વિસ્તારને પ્રભાવિત કરે છે. તેના લક્ષણોમાં કપાળ ઉપર ચાઠાં અને તમામ કોષોમાં પીડાદાયક બળતરાનો સમાવેશ થાય છે.
મોટાભાગના લોકો ક્ખવાંના ચેપથી સંપૂર્ણપણે સાજા થઇ જાય છે, જ્યારે કેટલાક લોકો આરોગ્ય સંબંધિત જટિલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
PHN આરોગ્યની જટિલતા છે જે ક્ખવાં ધરાવતાં 25% સુધી લોકોને પ્રભાવિત કરી શકે છે. PHNના મુખ્ય લક્ષણો પૈકીનો એક જ્ઞાનતંતુઓનો દુઃખાવો છે જે ક્ખવાંમાંથી સાજા થઇ ગયા પછી મહિનાઓ અથવા વર્ષો સુધી ચાલુ રહી શકે છે. આ દુઃખાવો સામાન્ય રીતે પ્રભાવિત વિસ્તારમાં અનુભવવામાં આવે છે.
હર્પીસ ઝોસ્ટર ઓપ્થેલ્મિકસ (HZO) ધરાવતાં 50% સુધી લોકોમાં ઓપ્થેલ્મિક જટિલતાઓ સર્જાઇ શકે છે. આ ક્ખવાંના તેવા ઉજરડાં છે જેમાં આંખ અથવા નાકનો સમાવેશ થાય છે. HZO ધરાવતાં 30% સુધી લોકોને બેવડી દ્રષ્ટી વિકસી શકે છે. આંખના ઓપ્ટિક જ્ઞાનતંતુઓને ભાગ્યેજ નુકસાન થાય છે અને HZO ધરાવતાં 0.5%થી ઓછા લોકોમાં આ સમસ્યા ઉદભવે છે.
એન્સેફાલિટિસ (મગજનો સોજો) જેવી ન્યૂરોલોજિક જટિલતાઓ ભાગ્યેજ ઉદભવે છે અને જે વ્યક્તિઓને ક્ખવાં થાય છે તેવા અંદાજિત 1% લોકોને તે થઇ શકે છે.
ભાગ્યેજ બનતાં કિસ્સાઓમાં, શ્રવણ પ્રણાલીમાં ક્ખવાંનો વાઇરસ પુનઃસક્રિય બની શકે છે, જે હર્પીસ ઝોસ્ટર ઓટિકસ તરફ દોરી જાય છે. તેના લક્ષણોમાં શ્રવણશક્તિની ખામી, ચક્કર આવવા, કાનમાં તીણો અવાજ, ગંભીર ચહેરાનો દુઃખાવો અને ચહેરાનો લકવો (રેમસે હન્ટ સિન્ડ્રોમ)નો સમાવેશ થાય છે. ક્ખવાં ધરાવતાં 1% સુધી લોકોમાં સમતુલા જાળવવામાં સમસ્યા પેદા થાય છે.
આ ક્ખવાં બાદ પેદા થતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓની સંપૂર્ણ યાદી નથી. કૃપા કરીને વધુ માહિતી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ ક્ખવાં બાદ પેદા થતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓની સંપૂર્ણ યાદી નથી. કૃપા કરીને વધુ માહિતી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
ક્ખવાં સામાન્ય રીતે પીડાદાયક અને ફોલ્લીઓ જેવા ઉજરડાં પેદા કરે છે જે હારબંધ ફોલ્લાઓમાં સર્જાય છે, જે જ્ઞાનતંતુના માર્ગની સાથે ધડની ડાબી અથવા જમણી બાજુ ફરતે થાય છે. લોકો અવાર-નવાર આવી પીડાને દુઃખાવો#, બળતરા#, ભોંકાવવું#અથવા વીજઆંચકા#જેવો વર્ણવે છે. તે કપડાં પહેરવા, ચાલવાં અને ઉંઘવા જેવી રોજિંદી પ્રવૃતિઓમાં હસ્તક્ષેપ પેદા કરી શકે છે.
ક્ખવાંનો ચેપ સામાન્ય રીતે ત્વચાના ઉજરડાંથી શરૂ થાય છે જે શરીરના નાના હિસ્સાને પ્રભાવિત કરે છે. પ્રભાવિત વ્યક્તિ પીડાનો અનુભવ પણ કરી શકે છે જે વીજઆંચકા#અથવા સોંય ભોંકાવવી# અથવા ઊકળતાં પાણી દ્વારા સર્જાતી બળતરા#, ખંજવાળ, કળતર જેવી હોઇ શકે છે અને ચાઠા જોવા મળે તેના 48-72 કલાક પહેલાં પ્રભાવિત વિસ્તારોમાં ખાલી ચઢી શકે છે.
લોકો તાવ, માથાનો દુઃખાવો, ઠંડી ચઢવી અથવા પેટની સમસ્યાનો પણ અનુભવ કરી શકે છે.
આથી, જો તમે આમાંથી કોઇ લક્ષણો અનુભવી રહ્યાં હોવ તો કૃપા કરીને ઝડપથી ડૉક્ટર સાથે વાત કરો.
જો તમને ક્ખવાં થાય તો, ક્ખવાં અને તેના નિવારણ વિશે વધુ જાણકારી મેળવવા માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો
ક્ખવાંના નિવારાત્મક વિકલ્પો
ક્ખવાં વાઇરસની પુનઃસક્રિયતાના કારણે સર્જાય છે જે અછબડાં પછી શરીરમાં રહે છે. આથી, જો તમને અછબડાં થયા ન હોય તો જેને અછબડાં અથવા ક્ખવાં થઇ હોય તેવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો. વધુમાં, તેની પણ ખાતરી કરો કે તેમને અછબડાં થવાનું જોખમ ઘટે તે માટે હાથ અને કફની સ્વચ્છતા સંબંધિત તમામ આદતો અનુસરે.
રસીકરણ ક્ખવાંના નિવારણમાં મદદ કરી શકે છે. જો તમારા વડીલો 50 વર્ષ અથવા તેથી વધારે ઉંમર ધરાવતાં હોય તો ક્ખવાં અને તેના નિવારાત્મક વિકલ્પો વિશે વધુ જાણકારી મેળવવા તમારા ડૉક્ટર સાથે વાત કરો.
રસીકરણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેથી તમે ક્ખવાંના વાઇરસ સામે લડી શકે છે અને તેને પુનઃસક્રિય થતો અટકાવે છે.
સારવાર ગંભીરતા અને બિમારીનો સમયગાળો ઘટાડી શકે છે અને તમારા લક્ષણોના આધારે વાઇરસને નબળો કરવો અને/અથવા પીડામાં રાહતનો સમાવેશ થઇ શકે છે.
જો તમે વિચારતાં હોવ કે તમને ક્ખવાં થઇ શકે છે, તો કૃપા કરીને શક્ય હોય તેટલી વહેલામાં વહેલી તકે તમારા ડૉક્ટર સાથે વાત કરો. તે તમને તમારા લક્ષણોની ગંભીરતા અને સમયગાળો ઘટાડવામાં યોગ્ય દવાઓનું સૂચન પૂરું પાડી શકે છે.
લક્ષણોના નિયંત્રણ માટે સામાન્ય સલાહઃ
ક્ખવાં અને તેના નિવારણ અંગે વધુ જાણકારી મેળવવા માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
સંદર્ભ